કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ કલેકટર કચેરી આણંદ ખાતે આજે વર્ષ 2026-27નું અંદાજપત્ર મહાનગરપાલિકાના વહીવટદાર અને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી સમક્ષ રજૂ કર્યું હતું. આ સમયે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા કરમસદ–આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોબાઈલ એપ APP Name : kamc અને વેબસાઈટ www.anandmunicipal.com
નાગરિકો માટે ખુલ્લી મૂકી હતી. જે આગામી દિવસોમાં કાર્યરત થશે.શહેર સંબંધિત જરૂરી માહિતી પૂરી પાડશે
કમિશનરે આ એપ અને વેબસાઈટની માહિતી આપતાં જણાવ્યું હતું કે આ એપ અને વેબસાઈટ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે. જે નાગરિકોને તથા પ્રવાસીઓને શહેર સંબંધિત જરૂરી માહિતી પૂરી પાડશે. તેમાં શહેરનો ઈતિહાસ, ઐતિહાસિક સ્થળો અને ફરવા લાયક સ્થળોની માહિતી આપવામાં આવશે, જેથી લોકોને શહેરની સંસ્કૃતિ અને વારસાની જાણકારી મળી શકે.













