આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા વિસ્તારમાં આવેલ એક ફાર્મહાઉસમાં મોડી રાત્રે પોલીસે ઓચિંતી રેડ પાડી હાઇ-પ્રોફાઇલ દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં ઉચ્ચ ઘરના નબીરાઓ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
18 શખ્સોની ધરપકડ અને મુદ્દામાલ જપ્ત
પોલીસ કાર્યવાહી દરમિયાન ફાર્મહાઉસમાંથી 15 પુરુષો અને 3 મહિલાઓ મળી કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા તમામ આરોપીઓ વડોદરાના રહેવાસી છે. દરોડા દરમિયાન સ્થળ પરથી બિયરના ટીન, મોબાઇલ ફોન અને અન્ય વાંધાજનક સામગ્રી કબજે કરવામાં આવી છે.
