આણંદ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં જાણે હિલ સ્ટેશન જેવો આહ્લાદક માહોલ સર્જાયો હતો.

વાતાવરણમાં ગાઢ ધુમ્મસની ચાદર 

શિયાળાની ઠંડીનો માહોલ યથાવત છે ત્યારે આ ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન અને ખાસ કરીને વાહનવ્યવહાર પર અસર જોવા મળી હતી. મુખ્ય હાઈવે પર ધુમ્મસનું પ્રમાણ એટલું વધારે હતું કે વિઝિબિલિટી (દૃશ્યતા) માં નોંધપાત્ર ઘટાડો થયો હતો. તેના પરિણામે, વાહનચાલકોને સુરક્ષા ખાતર સવારના 8 વાગ્યા સુધી પણ પોતાની ગાડીઓની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

 વાહનવ્યવહાર પર અસર જોવા મળી

આણંદના ખેતરો અને ખુલ્લા વિસ્તારોમાં ધુમ્મસના કારણે આકર્ષક દૃશ્યો જોવા મળ્યા હતા, પરંતુ વાહનચાલકોએ સલામતી જાળવવા માટે ધીમી ગતિએ વાહનો ચલાવ્યા હતા.

આ પણ વાંચો: વ્યાજખોરોના ત્રાસથી વેપારીના આપઘાત મામલે 10 શખ્સો સામે ફરિયાદ દાખલ