અંકલેશ્વર નજીક પીરામણ ગામ પાસે આવેલા રેલવેના અંડરબ્રિજમાં એક મોટી ટ્રક ફસાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંડરબ્રિજમાંથી પસાર થવાના પ્રયાસમાં આ ટ્રક બ્રિજની ઊંચાઈ કરતાં વધુ હોવાને કારણે ફસાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે અંડરબ્રિજની બહાર લગાવવામાં આવેલી રેલિંગ તૂટીને સીધી ટ્રક પર પડી હતી.
અંડરબ્રિજની બહાર લગાવાયેલ રેલિંગ તૂટી પડી
જોકે સદભાગ્યે ટ્રકચાલકનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ ટ્રક ફસાવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ફસાયેલી ટ્રકને બહાર કાઢીને પુલ નીચેનો વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી.













