ભરૂચના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ સામે આવ્યું છે. અનેક ટન વેસ્ટ વૈજ્ઞાનિક ઢબે ત્રણ સ્ટેજમાં નિકાલ કરવાના સ્થાને ખાડીમાં જ ફેંકી દેવાતા ખળભળાટ મચી ગયો છે
પ્રમુખ અને ચેરમેને દરોડો પાડ્યો
નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે દરોડો પાડી આ કૌભાંડ ઝડપી લીધું હતું. પ્રદુષણ ઘટાડવા હાથ ધરાયેલા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરે જ જમીન અને પાણીના સ્ત્રોતને પ્રદુષિત કર્યા હતા.













