ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલા પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. પાનોલીની 'ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ
મળતી માહિતી મુજબ, આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા અને અગનજ્વાળાઓ દૂર-દૂર સુધી આકાશમાં નજરે પડતા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીના પ્લાન્ટમાં મોટું નુકસાન થયું હોવાની આશંકા છે.










