ભરૂચ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરમાં એક મોટી કાર્યવાહી કરતા એક નિવૃત્ત આર્મીમેનને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની આર્મી પરમિટનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક દરોડામાં માંડવા ગામેથી પણ દારૂનો જથ્થો પકડાયો છે.
નિવૃત્ત આર્મીમેનના ઘરમાં ક્રાઈમ બ્રાન્ચના દરોડા
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વરના જુના નેશનલ હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, અક્ષર આઈકોનમાં રહેતો જયક્રિષ્ના શ્યામદાસ તિવારી નામનો નિવૃત્ત આર્મીમેન પોતાના મકાનમાં દારૂનો સંગ્રહ કરી રહ્યો છે.










