ઉકાઈ જમણા કાંઠાની કેનાલના સમારકામની તાતી જરૂરિયાતને જોતા આજથી આગામી 35 દિવસ માટે કેનાલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન અંકલેશ્વર શહેર, GIDC ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાય નહીં તે માટે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.


અંકલેશ્વરમાં ઉકાઈ કેનાલ બંધ

મહત્વનું છે કે, અગાઉ આ કેનાલને 90 દિવસ સુધી બંધ રાખવાનું આયોજન હતું. પરંતુ લાંબા સમય સુધી કેનાલ બંધ રહેવાને કારણે ઉદ્યોગો અને સામાન્ય જનતાને ભારે હાલાકી પડી શકે તેમ હતી. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા નિર્ણયમાં સુધારો કરી સમારકામ પૂર્ણ કરવાનો સમયગાળો ઘટાડીને માત્ર 35 દિવસ કરી દેવામાં આવ્યો છે.

પાણી વિતરણનું નવું સમયપત્રક

કેનાલ બંધ હોવાથી પાણીનો સપ્લાય સંગ્રહિત જથ્થા (તળાવ) માંથી કરવામાં આવશે. જેને કારણે વિતરણના સમયમાં નીચે મુજબ ફેરફાર કરાયો છે. નોટિફાઈડ વિસ્તારના રહેવાસીઓને સવારે 6:00 થી 9:00 વાગ્યા સુધી પાણી મળશે.GIDCના ઉદ્યોગોને સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. શહેરને પીવાનું પાણી ગામ તળાવમાં સંગ્રહિત જથ્થામાંથી આપવામાં આવશે.

આ પણ વાંચો: નાની મોલડી ગામના ખેતરમાંથી 4.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

  • Follow us on: