સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે ચોટીલા પોલીસે નાની મોલડી ગામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ખેતરના શેઢે છુપાવેલી દારૂની બોટલો મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નાની મોલડી ગામની સીમમાંથી દારૂ જપ્ત
સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ (IPS) અને લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ ચોટીલા પી.આઈ. જે.એન. સોલંકીની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નાની મોલડી ગામની સીમમાં આવેલ એક ખેતરમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ખેતરમાં તપાસ કરતા વાડ અને શેઢાની ઓથમાં છુપાવેલી દારૂની પેટીઓ મળી આવી હતી.










