અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના હજીરા વિસ્તારમાં આજે આગની એક મોટી ઘટના બની છે. હજીરા વિસ્તારમાં આવેલા એક ગેરેજની બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ આગમાં કુલ 5 વાહનો લપેટાયા હોવાનું સામે આવ્યું છે.
3 ઇકો વાન સહિત 5 વાહનો ખાખ
મળતી માહિતી મુજબ, ગેરેજ આગળ લાઈનબંધ પાર્ક કરેલી ત્રણ ઇકો વાન સહિત કુલ 5 વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં વાહનો બળીને લોખંડના હાડપિંજર બની ગયા હતા. આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ પોતપોતાના વાહનો બચાવવા દોડધામ કરી મૂકી હતી.
