અરવલ્લી જિલ્લાની બે મહત્વની નગરપાલિકાઓ મોડાસા અને બાયડનો કાર્યકાળ સત્તાવાર રીતે પૂર્ણ થયો છે. પાલિકાની મુદત પૂર્ણ થતા હવે આગામી સ્વરાજ્યની ચૂંટણી ન યોજાય ત્યાં સુધી બંને નગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન રહેશે.


અધિકારીઓને સોંપાઈ વહીવટી કમાન

બંને નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતા વહીવટી તંત્ર દ્વારા વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે, જેથી પાલિકાના રોજિંદા કાર્યોમાં કોઈ અવરોધ ન આવે. મોડાસા નગરપાલિકા અહીં વહીવટદાર તરીકે મોડાસાના પ્રાંત ઓફિસર (Prant Officer) ને જવાબદારી સોંપવામાં આવી છે.બાયડ નગરપાલિકા અહીં વહીવટદાર તરીકે બાયડના મામલતદારની નિમણૂક કરવામાં આવી છે.

ચૂંટણી સુધી રહેશે વહીવટદાર શાસન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય તે પહેલાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈને નવો ચૂંટાયેલો બોર્ડ સત્તા પર ન આવે ત્યાં સુધી આ અધિકારીઓ જ બંને નગરપાલિકાઓના નિર્ણયો અને સંચાલન માટે જવાબદાર રહેશે.

આ પણ વાંચો: Ahmedabad: રાણીપના બલોલનગરમાં જૂથ અથડામણ, પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી


  • Follow us on: