ગુજરાતમાં જ્યાં એક તરફ 'વાંચે ગુજરાત' અને 'ભણે ગુજરાત'ના નારા લગાવવામાં આવે છે, ત્યાં બીજી તરફ અરવલ્લી જિલ્લાના મોડાસાની એક શાળામાં શિક્ષણ જગતને શરમાવી દે તેવી ઘટના સામે આવી છે. મોડાસાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં એક શિક્ષક દારૂના નશામાં ચૂર હાલતમાં વર્ગખંડમાંથી ઝડપાયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


ખુરશી પર દારૂના નશામાં ધૂત હાલતમાં બેઠેલા જોવા મળ્યો

મળતી વિગતો અનુસાર, શાળાના યશવંત કડિયા નામના શિક્ષક શિક્ષણના ધામ ગણાતી શાળામાં જ નશો કરીને આવ્યો હતો હદ તો ત્યારે થઈ જ્યારે આ શિક્ષક બાળકોને ભણાવવાને બદલે વર્ગખંડમાં ખુરશી પર દારૂના નશામાં ધૂત હાલતમાં બેઠેલા જોવા મળ્યો હતો. નશો એટલો વધારે હતો કે જ્યારે પોલીસને બોલાવવામાં આવી ત્યારે શિક્ષક પોલીસ વાનમાં બેસવાની સ્થિતિમાં પણ નહોતો. પોલીસે નશાખોર શિક્ષકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાલીઓમાં ભારે રોષ

આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે શિક્ષકના ભરોસે વાલીઓ પોતાના બાળકોને ભવિષ્ય સુધારવા મોકલે છે, તે જ શિક્ષક જો નશાની હાલતમાં જોવા મળે તો બાળકો પર તેની શું અસર પડશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને નશાખોર શિક્ષક સામે સસ્પેન્શન સહિતની કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.


આ  પણ વાંચો---  Ahmedabad : ધંધુકા હત્યા કેસના બે આરોપીને સ્થળ પર લઇ જઇ પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ તપાસ

  • Follow us on: