અરવલ્લી જિલ્લામાં ફરી ગાંજાના વાવેતરની ઘટના સામે આવી છે. મેઘરજના લાલપુર (કુણોલ) ગામે SOG ટીમે મોટી કાર્યવાહી કરતા 83 લીલા ગાંજાના છોડ ઝડપી લીધા છે.

કુલ 8.730 કિલોગ્રામ ગાંજો અને 4,36,500નો મુદ્દામાલ જપ્ત

જ્યારે સર્વે તપાસમાં કુલ 8.730 કિલોગ્રામ ગાંજો અને 4,36,500નો મુદ્દામાલ જપ્ત થયો છે.

વાવેતર કરનારાની ધરપકડ

ગાંજાનું વાવેતર કરનાર રાજુભાઈ કાંતિભાઈ નાથબાવાને ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, રાજુભાઈ મૂળ ગાયત્રીનગર, વિસનગરના રહેવાસી છે અને છેલ્લા કેટલાય સમયથી લાલપુર (કુણોલ) ખાતે ઝૂંપડું બનાવી આશ્રમમાં સેવક તરીકે રહેતા હતા.

SOG ટીમની તપાસ હજુ ચાલુ

SOG ટીમની તપાસ હજુ ચાલુ છે અને અધિકારીઓએ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો----    Gujaratની રાજનીતિના મોટા સમાચાર, AAPમાંથી રાજીનામુ આપનારા રાજુ કરપડા જોડાશે ભાજપમાં? વાંચો શું કહ્યું