હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ની BA સેમેસ્ટર-૩ની પરીક્ષા દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે પરીક્ષા પ્રક્રિયામાં જવાબદાર તંત્ર શંકાના ઘેરામાં આવ્યું છે.

મામલતદાર કચેરી નજીક રસ્તા પરથી પરીક્ષાની ઉત્તરવહી મળી

અરવલ્લી જિલ્લાના મેઘરજ મામલતદાર કચેરી નજીક રસ્તા પરથી પરીક્ષાની ઉત્તરવહી મળી આવી છે જેના સીરિયલ નંબર દ્વારા તે પરીક્ષાની હોવાની પુષ્ટિ થઇ છે.

ઉત્તરવહીમાંથી ત્રણ સ્ટીકરો મળી આવ્યા

ઉત્તરવહીમાંથી ત્રણ સ્ટીકરો મળી આવ્યા છે, જેને કારણે પરીક્ષા પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની સંભાવના જણાઈ રહી છે. આ ઘટનાએ સ્થાનિક શિક્ષણ તંત્ર અને પરીક્ષા સંચાલન તંત્રને શંકાના ઘેરામાં મૂક્યા છે.

નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ

હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટીને સ્થાનીક આગેવાનને લેખિત જાણકારી આપી નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી છે.


આ પણ વાંચો----     Rajkot : પતિદેવોના વહીવટથી DDO લાલઘૂમ, પંચાયતમાં પતિદેવ વહીવટ કરશે તો તલાટી સામે કાર્યવાહી થશે, અન્ય કોઇની સહી હશે તો પણ કાર્યવાહી