અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના ટીંટોઈ રોડ પર આજે એક ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કોલસો ભરીને જઈ રહેલી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા હાઈવે પર દોડધામ મચી ગઈ હતી.
ચાલતી ટ્રકમાં ભભૂકી આગ
મળતી માહિતી મુજબ, એક ટ્રક કોલસાનો જથ્થો ભરીને ટીંટોઈ રોડ પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન ટ્રકના પાછળના ભાગમાં અચાનક આગ લાગી હતી. કોલસો જ્વલનશીલ હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
