ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. કેટલીક જગ્યાએ કરાયેલા ગેરકાયદે ધાર્મિક બાંધકામો પર પણ બુલડોઝર ફેરવી દેવાયું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ધાર્મિક સ્થળનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. રોકડિયા હનુમાન મંદિર તોડવા મુદ્દે હોબાળો થયો હતો. મોડી રાત્રે મંદિર ખાતે સંગઠનનું ટોળુ એકઠું થયું હતું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.
અરવલ્લીમાં રોકડિયા હનુમાનજીનું મંદિર તોડવા મુદ્દે હોબાળો
અરવલ્લીના મોડાસામાં માલપુર ચાર રસ્તા પર રોકડિયા હનુમાનજીનું મંદિર તોડવા મુદ્દે ગઈકાલે મોડી રાત્રે હોબાળો મચી જવા પામ્યો હતો. મોડી રાત્રે સંગઠનોનું ટોળુ મંદિર ખાતે એકઠું થયું હતું. વર્ષો જૂનુ મંદિર તોડવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. બીજી તરફ ટોળુ વિખેરવા માટે મોડાસા ટાઉન પોલીસનો સહિતનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે રોકડિયા હનુમાનજીના મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
