બનાસકાંઠા જિલ્લામાં આજે જ્યારે આખું વિશ્વ માતૃત્વની વંદના કરી રહ્યું છે, ત્યારે પાલનપુરના ચડોતર ગામની સીમમાં એક નવજાત બાળકીને કોઈ અજાણી મહિલા દ્વારા ત્યજી દેવામાં આવતા માનવતા શરમાઈ છે. ખેતરના સેઢે રડતી હાલતમાં મળી આવેલી આ બાળકીને હાલ સારવાર માટે ખસેડવામાં આવી છે.
ખેતરના સેઢેથી મળી માસૂમ બાળકી
ઘટનાની વિગતો મુજબ, ચડોતર ગામના સીમ વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના ખેતરેથી પરત ફરી રહ્યો હતો, ત્યારે તેની નજર ખેતરના સેઢા પર પડેલી એક નવજાત બાળકી પર પડી હતી. બાળકી જીવિત હોવાનું જણાતા તેણે તાત્કાલિક આસપાસના લોકોને એકઠા કર્યા હતા અને પોલીસને આ અંગે જાણ કરી હતી. 'મધર્સ ડે' ના દિવસે જ આવી ઘટના બની હોવાનું જાણી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
