પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. મહામેળાના છઠ્ઠા દિવસે પણ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી ખાતે ઉમટી પડ્યા હતા અને ચારેય બાજુ ભક્તિ તેમજ આસ્થાનો મહાસાગર જોવા મળ્યો હતો.

છઠ્ઠા દિવસે 3.72 લાખ ભક્તોએ કર્યા દર્શન

મેળાના છઠ્ઠા દિવસે કુલ 3 લાખ 72 હજાર 126 શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર પવિત્ર માતાજીના દર્શનનો લહાવો લીધો હતો. આ સાથે જ મહામેળાના શરૂઆતના છ દિવસોમાં કુલ મળીને 38 લાખ 23 હજાર 469 ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે.

Ambaji Bhadarvi Poonam Mela 2026: Over 3.72 Lakh Devotees Visit on Day 6 of Bhadarvi Poonam Mahamela; High Collection Recorded

ભંડાર અને કુલ આવકના આંકડા

મા અંબાના ભંડારમાં ભક્તો દ્વારા મુક્ત મને દાન આપવામાં આવી રહ્યું છે. છઠ્ઠા દિવસે માત્ર ભંડારમાંથી જ 29 લાખ 63 હજાર 582 રૂપિયાની રોકડ આવક નોંધાઈ હતી. જ્યારે વિવિધ માધ્યમોથી છઠ્ઠા દિવસે કુલ 1 કરોડ 83 લાખ 10 હજાર 115 રૂપિયાની જંગી આવક થવા પામી છે.

Ambaji Bhadarvi Poonam Mela 2026: Over 3.72 Lakh Devotees Visit on Day 6 of Bhadarvi Poonam Mahamela; High Collection Recorded

પૂનમના દિવસે ભારે ભીડ જામવાની શક્યતા

આગામી સમયમાં મહામેળાના અંતિમ દિવસ એટલે કે પૂનમના પાવન અવસરે પણ અંબાજી ખાતે હજુ પણ વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેવી પ્રબળ સંભાવના છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ રાખવામાં આવી છે.


આ પણ વાંચો: Ambaji: મહામેળાના સમાપન પૂર્વે કલેક્ટર મિહિર પટેલ સહિત તંત્રના 500 અધિકારીઓએ ત્રિશૂલિયા ઘાટથી અંબાજી સુધી કરી પદયાત્રા