પાલનપુર અમદાવાદ હાઈવે પર 20 ડિસેમ્બરે ખાનગી હોટલ પાસે પાર્લર પર ઉભેલા બે યુવકો ઉપર 20 થી 25 જેટલા લોકોએ ધોકા અને તલવાર વડે હુમલો કરી દીધો હતો. જેમાં પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના ભરતભાઈ ચૌધરીનું મોત નિપજ્યું હતું. પોલીસે આ ઘટનામાં 24 લોકો સામે ફરિયાદ નોંધી હતી અને મખ્ય આરોપી સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.


હોટલના પાર્લર નજીક ભરત ચૌધરીની હત્યા થઈ હતી

20 ડિસેમ્બરે પાલનપુર અમદાવાદ હાઈવે પર ખાનગી હોટલના પાર્લર નજીક ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ હતી અને જે હત્યામાં સામેલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. 20 ડિસેમ્બરની રાત્રે મૃતક ભરત ચૌધરી અને નીતિન ચૌધરી આ બંને યુવકો પાલનપુર અમદાવાદ હાઈવે પર ઉભા હતા જ્યાં પાછળથી 20 થી 25 લોકોના ટોળાએ બંને યુવકો પર હુમલો કરી દીધો હતો. ધોકા અને તલવાર વડે હુમલો કરી દેતા ભરત ચૌધરી અને નીતિન ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યાં સારવાર દરમિયાન ભરત ચૌધરીનું મોત થયું હતું. પોલીસે મુખ્ય આરોપી ભાર્ગવ માળી અને અન્ય 24 લોકો સામે ફરિયાદ નોંધી હતી.

પૈસાની લેવડદેવડનો મામલો સામે આવ્યો હતો

આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતા પૈસાની લેવડદેવડનો મામલો સામે આવ્યો હતો. જેમાં હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત નીતિન ચૌધરીને મુખ્ય આરોપી ભાર્ગવ માળી સાથે પૈસાની લેતી દેતી હતી અને આ પૈસાની લેતી દેતીમાં બબાલ થતા આરોપીઓએ નીતિન ચૌધરી અને તેની સાથે આવેલ ભરત ચૌધરી ઉપર તીક્ષ્ણ હથિયારો દ્વારા હુમલો કરતા ભરત ચૌધરીનું મોત નીપજ્યું હતું. આરોપીઓ ભરત ચૌધરીની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને શોધી કાઢવા માટે એલસીબી એસઓજી સહિત પોલીસની આઠ ટીમો બનાવી હતી. જેમાં પોલીસે 20 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા હતા.


આ પણ વાંચોઃ Gandhinagara News: ગુજરાત પોલીસમાં PSI ભરતીની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર, આ તારીખ સુધી મોકો


  • Follow us on: