પાલનપુરના ગાદલવાડા ગામના ભરત ચૌધરીની હત્યા કેસમાં બનાસકાંઠા પોલીસે મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા અને તેના સાથી 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ હત્યા પૈસાની લેતીદેતીના વિવાદને કારણે થઈ હતી
પ્રાથમિક તપાસ મુજબ, આ હત્યા પૈસાની લેતીદેતીના વિવાદને કારણે થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ભરત ચૌધરી અને નિતિનભાઈ ચૌધરી (ફરિયાદી)ને ભાર્ગવ મંડોરા (લાલો) સાથે પૈસાની બાબતે વિવાદ થયો હતો. આ અંગે વાતચીત કરવા નિતિનભાઈ, ભરતભાઈ અને અન્ય એક વ્યક્તિ રામદેવ હોટલ નજીક આવ્યા, જ્યાં આરોપી ભગર્વ મંડોરા (લાલો) અને તેના સાથે 24 લોકો હથિયારો સાથે એકઠા થયા હતા.













