અંબાજીમાં ગઈકાલે પોલીસ અને વન વિભાગની ટીમ પર પથ્થરમારાની ઘટનામાં 500ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે, પોલીસે ટોળાં વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે અને અંબાજી પોલીસ મથકે નોંધાઈ ટોળા સામે ફરિયાદ, પાડલીયા ગામે પોલીસ કોમ્બિંગ અને પંચનામું કરશે પોલીસ-વન અધિકારીઓ પર તીરકામઠાથી હુમલો કર્યો હતો.
પી.આઇ સહિત 47 કર્મચારીઓ લઈ રહ્યા છે સારવાર
આ સમગ્ર ઘટનામાં અંબાજી પીઆઈને તીર વાગ્યું હોવાથી તેમને ગંભીર ઈજા પહોંચી છે અને અન્ય 47 લોકો પણ સારવાર હેઠળ છે, બનાસકાંઠા કલેક્ટરે હુમલાને પૂર્વાયોજિત કાવતરું ગણાવ્યું છે. ફોરેસ્ટની જમીન પર વૃક્ષારોપણ મુદ્દે ફોરેસ્ટ અને પોલીસ કર્મચારીઓ પર પથ્થર અને તીરકામઠા વડે હુમલો કરાયો હતો, સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ ચલાવી રહી છે અને કડકમાં કડક સજા થશે એવું કલેકટરે નિવેદન કર્યું હતું.
મંત્રીએ ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓની લીધી મુલાકાત
ગઈકાલે થયેલી ઘટનાનો મંત્રી પ્રવીણ માળીએ મેળવ્યો તાગ અને પાલનપુરની માવજત હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર પણ પૂછી હોવાની વાત સામે આવી છે. SPએ પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી અને મોટાભાગનો પોલીસ સ્ટાફ અંબાજી ખડકી દેવાયો છે કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે SPએ કરી બેઠક, ગુનેગારોને વહેલી તકે પકડી પાડવા અપાયા આદેશ. જોકે ઘટનાને કલાકો વીતી ગયા હોવા છતાં પોલીસ વિભાગની કોઈપણ પ્રતિક્રિયા નથી આવી સામે.
અંબાજી PI આર.બી. ગોહિલને કાનમાં તીર વાગતા તેઓ બેભાન થયા હતા
અંબાજી PI આર.બી. ગોહિલને કાનમાં તીર વાગતા તેઓ બેભાન થઇ ગયા હતા જેથી LCB દ્વારા તાત્કાલિક બચાવ કરવામાં આવ્યો હતો. તેમની હાલત ગંભીર હોવાથી તેઓને પાલનપુર માવજત હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા. અન્ય ઈજાગ્રસ્ત પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પણ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.
આ પણ વાંચો : પોલીસ પંચાત : શહેર પોલીસે દારૂ પર એવો બોલાવ્યો સપાટો કે પીનારાના ગળા સુકાયા ! બોપલ પોલીસ માટે તસ્કરો બન્યા પડકાર