બનાસકાંઠાના ભાભરના રૂની ગામે પોલીસ એક્શનમાં આવી છે અને ચૌધરી અને રબારી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણને લઈ પોલીસ એકશન મોડમાં છે અને SP ચિંતન તરૈયાની આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી અને અનિચ્છનીય બનાવ રોકવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, વાંધાજનક પોસ્ટ ન કરવા એસપીએ સૂચના આપી છે અને શાંતિ અને ભાઈચારો જાળવવા કડક સૂચના આપવામાં આવી છે.
ચૌધરી સમાજ અને રબારી સમાજના ઘર્ષણ બાદ પોલીસ એક્શન મોડમાં
ભાભર તાલુકાના રૂની ગામે જીલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા શાંતિ સલામતી માટે સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં રૂની ગામના સર્વ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, તેમજ સોશિયલ મીડિયા થકી કોઈ ખોટો પ્રચાર ના ફેલાય કોઈ પણ જ્ઞાતિ કે ધર્મ વિરોધ વાંધાજનક પોસ્ટ ન કરવા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા સૂચના આપવામાં આવી છે.
ઓગડના ઉણ ગામમાં હુમલાનો કેસ
ઓગડના ઉણ ગામમાં થયેલ બબાલમાં પોલીસે કરી મોટી કાર્યવાહી અને પોલીસે ફરિયાદ નોંધી છે, પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલો કરનાર ટોળામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે, પોલીસે કરી સ્થાનિક આગવેનો સાથે બેઠક અને સર્વે સમાજના આગેવાનો બેઠકમાં રહ્યા હાજર જેમાં શાંતિ જાળવવા પોલીસે કરી સ્થાનિકોને અપીલ અને હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માગ છે, ઉણ ગામમાં હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.
હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
ઘટનાની જાણ થતા જિલ્લા ડીવાયએસપી સહિત પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઉણ ગામે દોડી આવ્યો હતો. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના બે સેલ છોડયા હતા અને લાઠીચાર્જ કરીને બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા તેમજ તાલુકા ભરની પોલીસનો મોટો કાફલો બંદોબસ્ત માટે ઉણ ગામે ઉતારી દેવામાં આવ્યો છે. અચાનક ઊભી થયેલી સ્થિતિ બાદ હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ જાતનો અનિચ્છનિય બનાવ ન બને માટે પરિસ્થિતિ ઉપર નજર રખાઈ રહી છે.
આ પણ વાંચો : Amreli News : અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીને મોટુ નુકસાન, સુડાવડ ગામના ખેતરોમાં નદીની જેમ વહ્યા વરસાદી પાણી