વાવ-થરાદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે થરાદની મુખ્ય સોની બજારમાં નકલી સોનું વેચવા આવેલી એક ટોળકીનો પર્દાફાશ થયો છે. રાજસ્થાની પુરુષોના પારંપરિક દાગીના ગણાતી 'સોનાની મરકી' ડુપ્લીકેટ બનાવી તેને અસલી તરીકે પધરાવવા જતાં બે શખ્સો વેપારીઓની સતર્કતાને કારણે ઝડપાઈ ગયા છે.


[[$googlead]]

શું છે સમગ્ર ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, થરાદની સોની બજારમાં આજે બે શખ્સો સોનાની કાનની મરકી (પુરુષો દ્વારા કાનમાં પહેરવામાં આવતું એક ઘરેણું) વેચવા માટે આવ્યા હતા. આ મરકી ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર વસતા પુરૂષોમાં ખૂબ જ લોકપ્રિય છે. શખ્સોએ વેપારીને આ મરકી અસલી સોનાની હોવાનું જણાવી વેચવાનો પ્રયાસ કર્યો હતો.

વેપારીની નજરે પકડાઈ ચોરી

સોનાની પરખ રાખતા જાગૃત વેપારીને આ દાગીનાની બનાવટ અને વજન પર શંકા ગઈ હતી. જ્યારે ઘરેણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે સોનું નહીં પણ ડુપ્લીકેટ ધાતુ છે. વેપારીઓએ સમયસૂચકતા વાપરી તુરંત જ બજારના અન્ય લોકોને એકઠા કરી બંને શખ્સોને ઝડપી લીધા હતા.

[[$alsoread]]

રાજસ્થાન કનેક્શન

ઝડપાયેલા બે શખ્સો પૈકી એક શખ્સ રાજસ્થાનનો હોવાનું અને બીજો થરાદ તાલુકાનો જ રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ બંને શખ્સો લાંબા સમયથી આ પ્રકારે છેતરપિંડી કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે.

પોલીસ કાર્યવાહી

સ્થાનિક વેપારીઓએ તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરી બંને શખ્સોને પોલીસને સોંપ્યા હતા. થરાદ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ નકલી સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ ટોળકીમાં અન્ય કેટલા લોકો સામેલ છે.


આ પણ વાંચો - Banaskantha News: ભલગામ ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન


  • Follow us on: