બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર બાયપાસ વિવાદ બાદ હવે ટોલ પ્લાઝા વિવાદ વકર્યો છે. જેમાં કાંકરેજના ભલગામ ટોલ પ્લાઝા પર જિલ્લાના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. થરા સર્વિસ રોડ પર અને ખાડાઓને છે, જે કારણે સ્થાનિકોએ ટોલ પ્લાઝા ખાતે વિરોધ પ્રદર્શ કર્યું હતું.


આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય અમૃતજી ઠાકોર ધરણાં પર બેઠા હતા. આ વિરોધ પ્રદર્શન બાદ અમૃતજી ઠાકોર સહિત તેમના ઘણા સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. ધરણા સ્થળ પરથી પોલીસ દ્વારા અનેક લોકોની અટકાયત કરવામાં આવતા થોડીવાર માટે મામલો ગરમાયો હતો.

ભલગામ ટોલ પ્લાઝા પર ધરણા કરવામાં આવ્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં આવેલા ભલગામ ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. થરા સર્વિસ રોડની બિસ્માર હાલત હોવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જે કારણે કંટાળીને લોકોએ રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. જેમાં કાંકરેજના ઓગડ તાલુકાના ભલગામ ટોલ પ્લાઝા પર ધરણા કરવામાં આવ્યા હતા.

થરા સર્વિસ રોડના ખાડાઓને કારણે વેપારીઓ સહિત અન્ય વાહન ચાલકોને મુશ્કેલી

થરા સર્વિસ રોડ પર પડેલા ખાડાઓને લઈને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ધરણા પર બેઠા હતા. થરા પોલીસ દ્વારા ધારાભ્ય અમૃતજી ઠાકોર સહિત ઘણા સમર્થકોની અટકાયત કરી લેવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, થરા સર્વિસ રોડના ખાડાઓને કારણે વેપારીઓ સહિત અન્ય વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે.

આ ખાડાવાળા રોડના કારણે વાહન અને લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું હોવાની વાત પણ સ્થાનિકોએ જણાવી હતી. આ રોડ ક્યારે બનશે એતો હવે સમય જ જણાવશે, પણ વિરોધ કરવાવાળા લોકો હાલ જેલના હવાલે થયા છે. જે કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - Banaskantha News: પાલનપુરમાં અસામાજિક તત્ત્વો બન્યા બેફામ


  • Follow us on: