વહેલી સવારથી ચારથી પાંચ કલાક લાઇનમાં મહિલાઓ સહિત ખેડૂતો ઊભા રહે તેમ છતાં ખાતર મળતું નથી માત્ર આશ્વાસનો મળે છે ખેતી આશ્વાસનોથી નથી થતી ખેતી તેવો આક્ષેપ ખેડૂતોનો છે, ખેતી કરવા માટે ખાતર બિયારણની જરૂર હોય છે અને ખાતર પુરુ કરવું એ સરકારની નૈતિક જવાબદારી છે.


[[$googlead]]

થરાદની અંદર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નહી મળતો હોવાનો આક્ષેપ

વાવ થરાદ જિલ્લાના ખેડૂતોથી કુદરત તો રૂઠેલો છે ચોમાસાની અંદર અતિ ભારે વરસાદ અને માવઠા એક ખેતીને નષ્ટ કરી હતી જ્યારે રવિના એરંડા રાયડો અને જીરા જેવા શિયાળુ પાકનું વાવેતર તો કરી લીધું પરંતુ વાવેતર કરેલા પાકને બચાવવા અને ફળદ્રુપ બનાવવા માટે કરી યુરીયા ખાતરની જરૂર હોય છે, પરંતુ જ્યારે યુરિયા ખાતરની ખેતી પાકોને જરૂર છે તેવા સમયે ખાતરની અછત ઊભી થઈ છે ખાતર મેળવવા માટે ખેડૂતો રોજ એ રોજ ટળવળી રહ્યા છે અને જિલ્લા મથકેના ધક્કા ખાઈ રહ્યા છે.

વાવ થરાદનું જિલ્લા મથક થરાદ છે અને થરાદની અંદર આવેલા તાલુકા વેચાણ સંઘમાં પણ ખાતરની અછત ઊભી થઈ છે

ખેડૂતો ખાતર ડેપો પર આવે ત્યાં માત્રને માત્ર આશ્વાસન આપતો હોવાનો જવાબ મળે છે કે, ખાતર આવે એટલે આપીશું પણ પરંતુ મોટો સવાલ એ જ છે કે ખાતર ક્યારે આવશે અને ખાતર ક્યારેક ખેડૂતોને મળશે ખેડૂતોને હાલ સમયસર ન મળે તો વાવેતર કરેલો સંપૂર્ણ પાક છે તે નષ્ટ થશે અને ખાતર વગર વિકાસ નહીં કરે અને પાકનો વિકાસ નહીં થાય તો ખેડૂતની આર્થિક પરિસ્થિતિ જશે તેથી સરકારને એક નૈતિક જવાબદારી બને છે અધિકારીઓની પણ જવાબદારી છે કે, ખાતરની અછત દૂર કરી અને ખેડૂતો સુધી ખાતર પહોંચાડવામાં આવે ખેડૂતો કોની આગળ જઈ પોતાની વેદના ઠાલવી તે પણ એક મોટો સવાલ છે.

[[$alsoread]]

આ પણ વાંચો : Kalol News : રાજયની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડાનો કેસ, કલોલની સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટમાં તપાસમાં મહત્વના દસ્તાવેજી પુરાવાઓ જપ્ત કરાયા



  • Follow us on: