કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ભક્તવત્સલદાસ સહિત દેશભરમાં સાત મેડિકલ કોલેજો સહિત ૧૫ જગ્યાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અનેક ટીમોએ તપાસ હાથ ધરીને મોબાઈલ ફોન, સર્વરમાં સંગ્રહિત ડેટા સહિત વિવિધના પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. ઈડીએ સીબીઆઈની ફરિયાદના આધારે ગુજરાતના ગાંધીનગરમાં આવેલ કલોલ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના NCT રાજ્યોમાં ૧૫ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.


[[$googlead]]

મેડિકલ કોલેજની સામે ગુનો દાખલ કર્યો છે

ઈડીને કલોલ સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ભક્તવત્સલદાસના કોલેજમાંથી મળેલા ડેટામાં કેટલાક વ્યવહારો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ભક્તવત્સલદાસને મેડિકલ કોલેજોની મંજૂરી માટે લાંચ લઈને ફેકલ્ટી, દર્દી અને ઈન્ફાસ્ટકચરની ઉણપ હોવા છતાં પણ મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવતા દીલ્હી સીબીઆઈએ ૩૦મી જૂનના રોજ ફરિયાદ દાખલ કરી હતી અને ૩જી જૂલાઈના રોજ આ મામલે દેશમાં કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, ન્યુ દિલ્હી, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ૪૦ કરતા વધુ મેડિકલ કોલેજમાં દરોડા પાડી ૩૬ આરોપીઓ, મેડિકલ કોલેજની સામે ગુનો દાખલ કર્યો છે.

તેમજ ૩ ડોક્ટર સહિત ૬ વ્યક્તિની ધરપકડ કરીને લાખો રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી

સીબીઆઈની તપાસમાં આશરે રૂ. ૧,૩૦૦ કરોડથી વધુનું કૌભાંડ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. સીબીઆઈએ જે ૩૬ આરોપી સામે ફરિયાદ નોંધી હતી તેમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૧૧ અધિકારી અને નેશનલ મેડિકલ કમિશન ન્યુ દિલ્હીના જોઈન્ટ ડાયરેક્ટર અને યુજી-પીજીમાં મંજૂરી આપતા બોર્ડના સિનિયર મેમ્બર ડો. જે.એલ. મીનાનું નામ પણ સામેલ હતુ. ડો.જે.એલ. મીના, જોઈન્ટ ડાયરેક્ટર પાસેથી સીબીઆઈએ ૫૦ લાખની રોકડ રકમ પણ જપ્ત કરી હતી.

[[$alsoread]]

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના વેજલપુર વિસ્તારના ફતેવાડીમાંથી કોલ સેન્ટરનો પર્દાફાશ, અમેરિકન નાગરિકોને કરતા હતા ટાર્ગેટ



  • Follow us on: