વાવ-થરાદમાં ખેડૂતો જાતે કેનાલ સાફ કરવા માટે મજબૂર બન્યા છે અને સવપુરા વાછરડા ગામના ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરી છે, વાવ-થરાદ પંથકમાં કેનાલમાં સમસ્યાથી ખેડૂતોમાં રોષ છે, કેનાલમાં પિયતનું પાણી ન મળતા ખેતી કરવામાં પણ તકલીફ પડી રહી છે અને નર્મદા નિગમના અધિકારીઓના પાપે ખેડૂતો પરેશાન છે.


વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં કેનાલોની સમસ્યા યથાવત

સવપુરા વાછરડા ગામના ખેડૂતો જાતે કેનાલની સફાઈ કરવા મજબૂર થયા છે અને વાવ-થરાદ પંથકમાં અનેક કેનાલોની સમસ્યા બની છે, આ સમગ્ર વાતમાં ખેડૂતોનું કહેવું છે કે, પાણી છોડાય તે પહેલા અધિકારીઓની જવાબદારી હોય છે કે, કોન્ટ્રાકટરોને સૂચના આપી કેનાલની સફાઈ કરવામાં આવે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતથી કેનાલની સફાઈ થતી નથી તેવો આક્ષેપ ખેડૂતોનો છે, કેનાલ મારફતે ચોખ્ખું પાણી મળી રહે તે માટે કેનાલની સફાઈ કરવાની હોય છે.

2 ફેબ્રુઆરી 2025ના રોજ કેનાલમાં પડયું હતુ ગાબડું

બનાસકાંઠાની કેનાલમાં મોટું ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો અને કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં પાણી ફરી વળ્યા હતા, ખેતરો બેટમાં ફેરવાતા એરંડા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, કેનાલ માઈનોર છે પણ ગાબડું પડતા ખેડૂતોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી.


આ પણ વાંચો : Sanand News : સાણંદના ગોરજમાં હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલ ઝડપાઈ, લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે યોજી હતી દારૂ પાર્ટી


  • Follow us on: