કેનાલના રીપેરિંગ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સરંપચ કરી રહ્યાં છે, કેનાલ રીપેરિંગ કરી હલકી ગુણવત્તાનું કામ કર્યુ છે અને સરહદી પંથકમાં કેનાલો કાગળની જેમ તૂટે છે તેવું સરપંચનું કહેવું છે, કોન્ટ્રાક્ટર-એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માગ સરપંચે કરી છે, અધિકારી-કોન્ટ્રાક્ટરના પાપે ખેડૂતો પાયમાલ થયા છે તેવું સરપંચનું કહેવું છે.

25 નવેમ્બર 2025ના રોજ પણ પડયું હતુ કેનાલમાં ગાબડું

રાજ્યમાં નર્મદા કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં બનાસકાંઠામાં કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી હતી. આ દરમિયાન વાવના રામાસરા પાસે નર્મદાની કેનાલમાં ગાબડું 8 ફૂટનું ગાબડું પડ્યું હતુ. જેના કારણે મોટા પ્રમાણમાં પાણી ખેતરમાં ફરી વળ્યું હતુ, આ અંગેની માહિતી અનુસાર, બનાસકાંઠાના વાવના રામાસરા પાસે નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે. આ નર્મદાની માઇનોર કેનાલમાં 8 ફૂટનું ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી હતી.

28 નવેમ્બર 2025ના રોજ પણ પડયું હતુ કેનાલમાં ગાબડું

બનાસકાંઠાના વાવ થરાદ જીલ્લાના સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે, 24 કલાકમાં બે જગ્યાએ પડ્યું કેનાલમાં ગાબડું અને ધરણીધર તાલુકાના નાળોદર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં પડ્યું મસ્ મોટું ગાબડું, ગાબડું પડતા લાખો લિટર પાણીનો થયો વેડફાટ અને કેટલાય ગામડાઓમાં નથી મળતું સિંચાઈ માટે પાણી ત્યારે કેનાલમાં ગાબડું પડતા સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે તંત્ર સામે રોષ વ્યકત કર્યો છે.


આ પણ વાંચો : Sabarkantha News : હિંમતનગરમાં ‘હુડા'ના અમલીકરણ સામે સ્થાનિકોનો આક્રોશ, આજે માર્કેટયાર્ડ, સ્કૂલ-કોલેજ સહિત ધંધા-વેપાર બંધ રહેશે