હિંમતનગરમાં HUDAમાં સમાવેશ થતા ગામડાઓના સ્થાનિકો વિરોધ કરી રહ્યાં છે, ગામોને HUDAમાં સમાવેશ ન કરવામાં આવે તેવી માગ પણ કરાઈ છે, વિરોધ કરી રહેલા 11 ગામોમાં પણ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે, 3 મહિનાથી લોકો કરી રહ્યાં છે વિરોધ પ્રદર્શન.
સમાવેશ થતા 11 ગામમાં પદયાત્રા યોજાઇ હતી
હુડાના વિરોધને લઈ અલગ-અલગ સંસ્થા, એસોસિએશને સ્થાનિકોને ટેકો આપ્યો છે, સ્થાનિક સ્તરે અને સરકારમાં પણ કરાઇ છે રજૂઆત અને સરકારમાં ફેર વિચારણા માટે કરાઇ હતી રજૂઆત, પરબડા, ધાણધા, સવગઢ, કાટવાડ, બોરિયા, પીપલોદી, હડિયોલ, કાંકણોલ, બેરણા, નવા બળવંતપુરા ગામના સ્થાનિકો વિરોધ કરી રહ્યાં છે.
હવેથી કોઈપણ રાજકીય પક્ષના નેતાને પ્રવેશ આપવામાં આવશે નહીં !
હુડાનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી જ વિરોધ શરૂ થયો છે અને છેલ્લા 3 મહિનાથી સતત અલગ-અલગ કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. જોકે ખેડૂતોનો આક્રોશ એ વાતને લઈને છે કે, વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક નેતાગીરી કે રાજ્ય સરકાર તરફથી આ મામલે કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર કે વિચારણા કરવામાં આવી નથી.સ્થાનિક નેતાગીરી અને સરકારની નિષ્ક્રિયતાથી રોષે ભરાયેલા 11 ગામના લોકોએ હવે એક નિર્ણાયક પગલું ભર્યું છે. ગામ લોકોએ સર્વસંમતિથી નક્કી કર્યું છે કે આ અસરગ્રસ્ત 11 ગામોમાં હવેથી કોઈપણ રાજકીય પક્ષના નેતાને પ્રવેશ આપવામાં આવશે નહીં.
ખેડૂતોની એક જ માંગ 'હુડા' યોજનાને રદ કરવામાં આવે
સ્થાનિકોનું કહેવું છે કે, અમારી જમીન અમારી જ રહેશે અને 11 ગામના 11 હજારથી વધુ લોકોએ હાથમાં મીણબત્તી લઈ શાંતિપૂર્ણ માર્ચ કરી હતી, ખેડૂતોની એકતા અને સંઘર્ષે સરકારે હવે વિચારવું પડશે એવું જણાવી દીધું અને હડિયોલ, બેરણા, કાંકણોલ જેવા અગિયાર ગામોના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, 4 ટકા જમીનનો ટુકડો નહી પરંતુ પેઢી દર પેઢીની મહેનત અને આજીવિકાનો સવાલ છે તેવું ખેડૂતોનું કહેવું છે.
હુડાને લઈ હિંમતનગરના 11 ગામના લોકોનો વિરોધ
પોતાના ખેતરો ગુમાવવાના ડરે ખેડૂતો રોષે ભરાયા છે. રોજેરોજ નવા કાર્યક્રમો આપીને આ 11 ગામના લોકોએ હિંમતનગરમાં આંદોલનની એક નવી જ મિશાલ કાયમ કરી છે. આ વિરોધ હવે માત્ર ગામની સીમ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ શહેરના રાજમાર્ગો પર પણ ઉતરી આવ્યો છે. ગુજરાત ટાઉન પ્લાનીંગ અને અર્બન ડેવલપમેન્ટ અધિનિયમ-1976 મુજબ યુડીએ એટલે કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી જાહેર થઈ શકે છે જેમાં કેટલાક પ્રાવધાન છે. સમાવિષ્ટ વિસ્તારની વસ્તી 2 થી 5 લાખ હોવી જોઈએ સાથે સાથે વિસ્તારનો ઝડપથી વિકાસ થતો હોય તો ઓછી વસ્તી ધરાવતા શહેરો માટે પણ જાહેર થઈ શકે છે.
આ પણ વાંચો : Railway News : અજમેર મંડળમાં મદાર-પાલનપુર સેક્શનમાં આરસીસી બોક્સ લોન્ચિંગ કામ માટે બ્લોકને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે