સમાજ સુધારા માટે ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, લગ્નમાં ખર્ચો ઘટાડી શિક્ષણમાં ખર્ચ કરવા વિનંતી અને લગ્ન ખર્ચ અને કુરિયાજો દૂર કરી ખર્ચ ઘટવા સંમેલન મળ્યું છે, આ સંમેલનમાં ઠાકોર સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યાં હતા અને લગ્નમાં થતા ખોટા ખર્ચા બંધ કરવામાં આવે તેવું ગેની બેનનું કહેવું છે.
આવનાર પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા શિક્ષણ તરફ આગળ વધવા વિનંતી : સાંસદ ગેનીબેન
સાંસદ ગેનીબેન ઠાકોરનું વધુમાં કહેવું છે કે, વધી રહેલી મોંઘવારી સામે લગ્નના ખોટા ખર્ચ બંધ કરી ખર્ચા ઓછા થાય તેવું આયોજન કરો, બંધારણનો ભંગ ના થાય તે માટે ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું કે, આ બંધારણ નથી ભાજપ આગેવાન કરતો કે નથી કોંગ્રેસ આગેવાનો કરતા આ બંધારણ સાંસદથી ગામના સભ્ય સુધી તમામ સાથે મળી કરી રહ્યાં છે, ટૂંક સમયમાં ઠાકોર સમાજના નવ તાલુકાના ગોળ નું લગ્ન ખર્ચ અને કુરિયાજો દૂર કરી ખર્ચ ઘટવા માટે મળશે મહાસંમેલન.
રાધનપુર ઠાકોર સમાજનો લગ્નમાં થતા ખોટા ખર્ચને લઈ મહત્વનો નિર્ણય, ડીજે, હલ્દી રસમ, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
રાધનપુર ઠાકોર સમાજનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે જેમાં લગ્નમાં ખોટા ખર્ચ પર મુકાયો પ્રતિબંધ અને DJ, હલ્દી રસમ, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, વીડિયો શૂટિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સગાઈમાં યુવતીને મોબાઇલ ન આપવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં મામેરામાં 11 હજારથી 1 લાખ સુધી રોકડ આપવી તેવી વાત સામે આવી છે.









