ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતે પાક પર રોટાવેટર ફેરવી દીધુ છે અને જામનગર જોડિયા તાલુકાના લીંબુડા ગામના ખેડૂત છગનભાઈ સોરઠિયાએ પોતાના ખેતરમાં ડુંગળીની વાવણી કરી હતી. પરંતુ બજારમાં ડુંગળીના ભાવ ન મળતા તેમણે મજબૂરીમાં આખા પાક પર રોટાવેટર ફેરવી દીધું.


[[$googlead]]

જામનગરના ખેડૂતોને નથી મળી રહ્યો લીલી ડુંગળીનો સરખો ભાવ

ખેડૂતનું કહેવું છે કે હાલમાં બજારમાં ડુંગળીને માત્ર ₹50 પ્રતિ મણનો ભાવ મળી રહ્યો છે, જ્યારે એક વીઘા પાછળ અંદાજે ₹10,000થી ₹15,000 જેટલો ખર્ચો થાય છે. ખર્ચ સામે આવક ન મળતા ભારે નુકસાનીનો વારો આવ્યો છે. ડુંગળીને પણ ટેકાના ભાવે ખરીદી કરવા માગ કરી છે. જામનગર પંથકમાં પણ લીલી ડુંગળીનું સારૂ એવું ઉત્પાદ થાય છે અને આ વખતે ઉત્પાદન મબલખ પ્રમાણમાં થયું છે પણ ખેડૂતોને ભાલ મળતો નથી તેવી વાત સામે આવી છે.

આ વખતે ડુંગળીના પાકની લણણી થઇ મોડી

આ વર્ષે, દેશના કેટલાક ભાગોમાં રવિ સિઝનના ડુંગળીના પાકની લણણી મોડી થઈ રહી છે. લણણી સામાન્ય રીતે ઓક્ટોબરના મધ્ય સુધીમાં કરવામાં આવે છે. પરંતુ આ વખતે તેમાં વિલંબ થાય છે. આયાતકારો અને વેપારીઓ માને છે કે જો સરકાર તાત્કાલિક આયાતને મંજૂરી આપે, તો બજારમાં બીજા જ દિવસે રાહત જોવા મળી શકે છે. જોકે, નિષ્ણાતો કહે છે કે વાસ્તવિક ઉકેલ કડક બજાર દેખરેખ અને જરૂર પડ્યે સમયસર આયાતમાં રહેલો છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Mehsana News : મહેસાણા મનપામાં પ્રાથમિક સુવિધાનો અભાવ, બિસ્માર રોડથી વાહન ચલાવવું મુશ્કેલ બન્યું


  • Follow us on: