મહેસાણા મહાનગરપાલિકા બને 11 માસ થયા છે શહેરને વિકસિત કરવાની ઓડમાં પાલિકા કમિશનર લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાનું ભાન ભૂલ્યા છે શહેરના માર્ગો ખખડધ બિસ્માર છે, વાહન ચાલકોને વાહન ચલાવવું પણ જોખમી બની ગયું છે નથી પાર્કિંગની સુવિધા જેને કારણે વાહન ચાલકો દંડાઈ રહ્યા છે, ત્યારે મનપાનું મન વિચલિત થઈને શહેરના વાહન ચાલકો ઉપર રોડ ટેક્સનો કોરડો વિજવા લાગે છે.


[[$googlead]]

મહેસાણાના રોડ ખરાબ બન્યા

જ્યારે પ્રજાના હામી હોવાનો ડોળ રચનાર સમાજસેવકો મુખોટાધારી નરબંકા ક્યાં? ટેક્સ લાગતા પહેલા માર્ગોની મરામત જરૂરી ખખડધજ માર્ગોને કારણે વાહનોને થતું નુકસાન આ બધી બાબતો જોતા તંત્ર પહેલાં સુવિધાઓ આપે પછી વેરા ઉઘરાવે તેવી પ્રજાની માંગ ઉઠી છે ત્યારે રાજકીય પક્ષોના પદાધિકારીઓ કેમ ચુકીદી સેવીને બેસી રહ્યા છે. મહેસાણા નગરપાલિકા હતું ત્યારે અને મહાનગરપાલિકા બને 10 માસી વધુનો સમય થઈ ગયો છે તેમ છતાં વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે.

મહાનગરપાલિકાના અધિકારીઓ જાગે તેવી માગ

આઇકોનિક રોડ બનાવવા જતી મહાનગરપાલિકાને પહેલા પોતાના વિસ્તારમાં સ્થાનિક લોકોને નોર્મલ રોડ પણ સારા કરી આપોની માગ મહેસાણા મુખ્ય બજારથી 100 મીટર એ આવેલો એરિયા જ્યાં નથી રોડની સુવિધા નથી મીઠા પાણી પીવાની સુવિધા કે નથી, સ્વચ્છતાની સુવિધા સ્થાનિક પ્રજા ટેક્સ ભરવા માટે તૈયાર છે પરંતુ તે પહેલા મહાનગરપાલિકાના કમિશનર જાગે અને લોકોને પહેલા પ્રાથમિક સુવિધા આપે એ એવી સ્થાનિકો ની માગ ઉઠી છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Surat News : સુરતના હજીરામાં તળાવમાં મૃત માછલીઓ મળતા સ્થાનિકોમાં રોષ, પાણીમાં ઓક્સિજન લેવલ ઘટતા મોતનું અનુમાન


  • Follow us on: