સુરતના હજીરાના મોરા-દામકાની મોટી સંખ્યામાં મૃત માછલી મળી આવી છે અને મૃત માછલી મળી આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, ઔદ્યોગિક એકમો દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર સીવીજનું પાણી છોડવામાં આવતું હોવાની વાત છે, પાણીમાં ઓકસિજન લેવલ ઘટી જતા આ ઘટના બની હોવાની વાત પ્રાથમિક રીતે સામે આવી છે.
પાણી છોડાતા દુર્ગંધ ફેલાતા સ્થાનિકોમાં પણ અસંતોષની લાગણી જોવા મળી
સુરતના હજીરાના મોરા-દામકા વિસ્તારની ખાડીમાં સીવેજનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું જ જ છોડી દેવાતા માછલીઓના ટપોટપ મોત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. મળ-મૂત્રવાળું પાણી સીધું જ ખાડીમાં છોડી દેવાતા ખાડીના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું છે. પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટી જતાં રોજેરોજ માછલીના મોત થઈ રહ્યા છે. આ મૃત માછલી તણાઈને કિનારે આવી રહી છે. ખાડીમાં ટ્રીટમેન્ટ વગરનું પાણી છોડાતા દુર્ગંધ ફેલાતા સ્થાનિકોમાં પણ અસંતોષની લાગણી જોવા મળી રહી છે.
ઔદ્યોગિક વિસ્તાર હોવાથી પરપ્રાંતીયોની વસ્તી ખૂબ મોટી છે
ચોર્યાસી તાલુકાના હજીરા અને મોરા ગામની આસપાસથી પસાર થતી ખાડીમાં મળ-મૂળવાળું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર બારોબાર છોડી દેવાતું બારોબાર છોડી હોવાની ફરિયાદ ઊઠી હતી. આ ફરિયાદને પગલે કોંગ્રેસી દર્શન નાયકે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતને ફરિયાદ કરી હતી. ખાસ કરીને મોરા વિસ્તારમાં અંદાજિત ઔધોગિક એકમો દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર સીવેજનું પાણી છોડાતું હોવાની રાવ છે અને ૨૫,૦૦૦ લોકોની વસ્તી છે. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી પરપ્રાંતીયોની વસ્તી ખૂબ મોટી છે.
પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે
હવે આ વિસ્તારમાંથી મળ, મૂત્રવાળું પાણી સીધું દામકા ગામની દક્ષિણ બાજુએ આવેલી ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ખાડીનું પાણી સમુદ્રમાં પણ ઠલવાઈ રહ્યું છે. વીતેલા ૮ વર્ષથી આવી જ રીતે મળ-મૂત્રવાળું પાણી કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વગર સીધું ખાડીમાં છોડી મૂકવામાં આવે છે. જેને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. જોકે, હવે તો પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. ઓક્સિજન ઘટી જતાં રવિવારે સવારે કેટલીક માછલીઓના મોત થયા હતા. મૃત માછલોએ તણાઈને કિનારે આવી જતાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ બોર્ડને પણ ફરિયાદ કરી છે. લોકોના આરોગ્ય સામે પણ ગંભીર જોખમ હોવાથી તાત્કાલિક અસરથી પગલાં ભરવા માંગણી કરાઈ છે.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં 11 દિવસમાં 8.21 લાખથી વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધી