ગેસનો બાટલો મેળવવા માટે ઓનલાઈન બુકિંગમાં મુશ્કેલી પડી રહી છે જેને લઈ સ્થાનિકો ગેસની એજન્સી પર પહોંચ્યા છે, દરરોજ 700 બોટલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની વાત સામે આવી છે, અને ગેસના સંચાલકો અને સ્થાનિકોએ અફવાઓથી દૂર રહેવા તંત્રએ અપીલ કરી છે.
ગેસ એજન્સીમાં દરરોજ ની 700 બોટલ ની ગાડી આવે છે
વાવ થરાદ જીલ્લાના મુખ્ય મથક થરાદ ગેસ એજન્સીની બહાર સ્થાનિકોએ લાઈન લગાવી છે અને સૌ પ્રથમ વખત થરાદ માં એલ.પી.જી ગેસ એજન્સીના ગોડાઉન ખાતે લોકોએ લાઈનો લગાવી છે, યુદ્ધના કારણે ગેસની અછત હોવાની અફવાને લઈ મિતુલ ગેસ એજન્સી ખાતે ગ્રાહકોની લાઇન જોવા મળી છે અને ગ્રાહકોને ઓનલાઇન બુકિંગમાં પડી રહી છેપરાવાર મુશ્કેલી તેને લઈ લાઈનો લાગી છે.
ગેસ પુરવઠા અંગે અધિક મુખ્ય સચિવ મોના ખંધારનું નિવેદન
ગેસને લઈ મુખ્ય સચિવનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમનું કહેવું છે કે, પાઈપ નેચરલ ગેસનું ગુજરાત પાસે નેટવર્ક છે અને ઘરેલું કે કોમર્શિયલ ગેસ માટે બાધ નથી મૂકી, બીજા રાજ્યોમાં મર્યાદા રાખી છે, ગુજરાતની તમામ હોટેલ, રેસ્ટોરન્ટ પીએનજી કનેક્શન મેળવી શકશે અને
ઘરેલું અને કોમર્શિયલ કનેક્શન મેળવી શકાશે જેમાં પ્રથમ પ્રાધાન્ય પીએનજીને અપાશે કેમ કે પુરવઠો પૂરતો છે. એલપીજીમાંથી પીએનજીમાં કનેક્શન કન્વર્ટ કરવા સૂચના અપાઈ છે અને ૨૦ ટકા વધુ સપ્લાય એલપીજીમાં થઈ રહ્યું છે. ૨૦ ટકાની મર્યાદામાં કોમર્શિયલ એલપીજી માટે ખુલ્લું મૂક્યું છે.
આ પણ વાંચો : Gandhinagar News : માણસાના મોતીપુરા વેડા ગામે તસ્કરો 36 લાખથી વધુની ચોરી કરી ફરાર, પોલીસનો કાફલો ઘટના સ્થળે