રાજ્યમાં લવ જેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે. આવામાં બનાસકાંઠામાંથી લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. સરહદી વિસ્તાર વાવમાં વિધર્મી યુવક દ્વારા સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પીડિતાના પિતાએ હિંમત દાખવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પંથકમાં ચર્ચાઓ જાગી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, વાવ તાલુકાના એક ગામની 17 વર્ષીય સગીરાને તે જ વિસ્તારના આસિફ કુરેશી નામના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને વિવિધ લાલચો આપી ફોસલાવી હતી. જે બાદ આરોપી આસિફ અને તેના અન્ય એક સાથીદારે મળીને સગીરાનું અપહરણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જાનથી મારી નાખવાની ધમકી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ માત્ર અપહરણ જ નથી કર્યું, પરંતુ સગીરા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાને પગલે સગીરાના પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અંતે, સામાજિક મર્યાદાઓ અને ડરને બાજુ પર મૂકી પીડિતાના પિતાએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.
પોલીસ કાર્યવાહી
વાવ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા મુખ્ય આરોપી આસિફ કુરેશી અને તેના સહયોગી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સગીરાનું અપહરણ, ગુનાહિત ધમકી અને લલચાવી-ફોસલાવી ભગાડી જવી જેવી કલમો હેઠળ તપાસ તેજ કરી છે. હાલમાં વાવ પોલીસની અલગ-અલગ ટીમો આરોપીઓને ઝડપી પાડવા અને સગીરાને સુરક્ષિત પરત લાવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સરહદી પંથકમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો - Rajkot News: ખારચિયા અને મોટાદડવા વચ્ચે સિંહના આંટાફેરા, ખેડૂતોમાં ડરનો માહોલ, જુઓ Video