બનાસકાંઠાના અંબાજીમાં રિક્ષા અને બાઇક પર ખાતરના કટ્ટાની હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે, ગોડાઉનમાંથી 60 જેટલા ખાતરના કટ્ટા મળ્યા છે અને ખાનગી ગોડાઉનમાં સંગ્રહ કરાયું હતું ખાતર અને પોલીસ-ખેતીવાડી વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કાળા બજારીયાઓ બાઈક પર ખાતરના કટ્ટાઓની કરી રહ્યા હતા હેરાફેરી.
અંબાજીમાં ઝડપાયું યુરિયા ખાતરનું બ્લેકમાં વેચાણ
અંબાજીમાં ખાનગી ગોડાઉનમાંથી ઝડપાયો ખાતરનો જથ્થો અને પોલીસે બાતમીને આધારે ખાનગી ગોડાઉનમાંથી 60 કટ્ટા યુરિયા ખાતર ઝડપી પાડ્યું છે, કાળા બજારીયાઓ બાઈક પર ખાતરના કટ્ટાઓની કરી રહ્યા હતા હેરાફેરી, ખાતર ડેપોમાંથી રાત્રીના સમયે બાઈક પર થઈ રહી હતી ખાતરની હેરાફેરી અને એક તરફ ખેડૂતોને પૂરતું ખાતર નથી મળી રહ્યું તો બીજી તરફ અંબાજીમાંથી ખાતરનો કાળો કારોબાર ઝડપાયો છે. પોલીસે સમગ્ર મામલે ખેતીવાડી વિભાગને જાણ કરી હાથધરી વધુ કાર્યવાહી.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યમાં યુરિયા ખાતરની અછતનો ઉઠાવ્યો હતો મુદ્દો
ખાતરની અછતનો મુદ્દે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ઉઠાવ્યો હતો. તેમણે ખાતરની કાળાબજારી રોકવા માટે માગ કરી હતી. તેમણે સંસદમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ગુજરાતમાં ખાતર માટે ખેડૂતો આખી રાત લાઈનમાં ઉભા રહે છે. ગુજરાતમાં શિયાળુ પાકનું વાવેતર શરૂ થયું છે. વાવેતરની શરૂઆતમાં જ ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસુ અને ત્યાર બાદ થયેલા માવઠાએ ખેતીને મોટુ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યાર બાદ ખેડૂતો શિયાળુ વાવેતર તરફ વળ્યા છે. હાલમાં ખાતર માટે ખેડૂતોની મોટી મોટી લાઈનો લાગી રહી છે. ઓછો જથ્થો હોવાને કારણે ખેડૂતોને પૂરતુ ખાતર મળતુ નથી.
આ પણ વાંચો : Rajkot News : રાજકોટના ઉપલેટામાં ચાર વર્ષથી બનતા સ્વિમિંગ પુલનું કામ હજુ અધુરૂ, સ્થાનિકોમાં રોષની લાગણી