પરંતુ કોન્ટ્રાકટરની બેદરકારીને હિસાબે આજે ચાર વર્ષ થયા હજુ પણ ઉપલેટાના લોકો સ્વિમિંગ પુલની સુવિધા મળી નથી, ઉપલેટા નગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે કોલેજ ની બાજુમાં જ વિશાળ અધ્યતન સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કરેલ તે માટે 2021માં સ્વસ્તિક કંપનીને 2 કરોડ 80 લાખ ટેન્ડર મંજુર કરી કામ સોંપેલ પરંતુ કોન્ટ્રાકટર અને નગરપાલિકાની ઘોર બેદરકારી ને કારણે આજે ચાર વર્ષ ઉપર થઈ ગયા હોવા છતાં ઉપલેટાના લોકોને સુવિધા મળી નથી.


પાણીમાં સેવાળ જામી ગઈ હોવાની વાત છે

સ્વિમિંગ પુલ માટે ગ્રાઉન્ડમાં બે નાના મોટા સ્વિમિંગ તળાવ બનાવ્યા છે જેમાં ઝાડી ઝાંખારા ઉગી નીકળ્યા છે ચોમાસામાં પડેલ વરસાદને કારણે સ્વિમિંગ પુલાં પાણી દુર્ગંધ મારી રહ્યું છે, સ્વિમિંગ પુલના બાથરૂમના રૂમો ધૂળ ખાઈ રહ્યા છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ જ કોન્ટ્રાકટર ઉપર કાર્યવાહી કરેલ નો હોવાથી ઉપલેટાના સ્થાનિકોના ટેક્સના રૂપિયા પાણીમાં ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળેલ સ્વિમિંગ પુલના તળાવમાં પાણીમાં સેવાળ જામી ગઈ છે.

સ્વિમિંગ પુલમાં પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

નગરપાલિકા બાંધકામ એન્જીનીયર દ્વારા મીડિયાને કહ્યું હતુ કે, 2021માં કોરોનાને કારણે કામ બંધ રહેલ નગરપાલિકા દ્વારા સ્વસ્તિક કંપની કોન્ટ્રાકટરને નોટિસ પાઠવેલ છે અને સ્વિમિંગ પુલ હાલ તયાર છે. ફક્ત રીનોવેશન લાદી કામ બાકી છે જે આગામી બે મહિનામાં પૂર્ણ થઈ જશે સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ચાર વર્ષથી સ્વિમિંગ પુલની કામગીરી ચાલુ છે, ચોમાસામાં અહીં પાણી ભરાવવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.

આ પણ વાંચો : Mehsana News : લીંબિયામાં ફસાયેલ મહેસાણાનો પરિવાર પરત ફર્યો, મહેસાણાના બાદલપુરથી USA જવા નીકળ્યા હતા



  • Follow us on: