લીબિયામાં ફસાયેલા મહેસાણાનો પરિવાર પરત ફર્યો છે અને અપહરણકારોને ખંડણી આપતા પરિવારનો છૂટકારો થયો છે, બદલપુરાના પરિવારનું લીબિયામાં અપહરણ થયું હતું અને યુરોપમાં રહેતા ભાઇએ અપહરણકારોને પૈસા ચૂકવ્યા હતા અને ઓનલાઇન પૈસા ચૂકવતા પરિવારનો છૂટકારો થયો છે.

પરિવાર એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાવશે

મહેસાણાના લીબિયામાં અપહ્યત પરિવાર હેમખેમ પરત ફર્યું છે, લીબિયામાં અપહ્યત પરિવારનો એજન્ટે ખંડણી આપી છૂટકારો થયો છે, યુએસએ જવા નીકળેલા મહેસાણાના પરિવારનું લિબિયામાં થયું હતું અપહરણ અને બદલપુરા (મેઉ) ગામના દંપતી અને ૩ વર્ષની બાળકીને લિબિયામાં બંધક બનાવાયા હતા. ગત ૨૯ નવેમ્બરે દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યા હતા, પણ એજન્ટોએ લિબિયા ઉતાર્યા હતા અને રૂપિયાની ખંડણી માગી હતી.

પહેલા બંધક બનાવીને 2 કરોડની ખંડણી માગી હતી

અપહરણકારોએ 2 કરોડની ખંડણી માંગી, વીડિયો કોલ પર મારી નાખવાની ધમકી આપી હતી અને યુરોપમાં રહેતા ભાઈએ બાર્ગેનિંગ કરી ઓનલાઈન રકમ ચૂકવતા પરિવારનો છુટકારો થયો છે, પરિવાર હેમખેમ ઘરે પરત ફર્યો, હવે એજન્ટો સામે ફરિયાદ નોંધાવાશે તેવી વાત સામે આવી છે, આ મામલે મહેસાણા પોલીસ પણ દંપતીની પૂછપરછ કરી શકે છે.

એજન્ટોએ છેતરીને તેમને લીબિયા મોકલી દીધા હતા

ગુજરાતમાં વિદેશ જવાની લાલચે જીવ અને પૈસા બંને ગુમાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે યુરોપ જવા નીકળેલા મહેસાણાના બાદલપુર ગામના પરિવાર પાસે ખંડણીની માગ કરી બંધક બનાવવામાં આવ્યા હતા. લીબિયામાં દંપતી અને ત્રણ વર્ષની બાળકીને બંધક બનાવાઈ હતી. આ પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યો હતો. એજન્ટોએ છેતરીને તેમને લીબિયા મોકલી દીધા હતા.

એજન્ટોએ 54 હજાર ડોલરની માગ કરી હતી

ગુજરાતમાં ફરીવાર કબૂતરબાજ એજન્ટોની કરતૂત સામે આવી છે. મહેસાણાના બાદલપુર ગામનો પરિવાર યુરોપ જઈ રહ્યો હતો. એજન્ટોએ આ પરિવારને દુબઈથી પોર્ટુલગ જઈ રહ્યો હતો ત્યારે તેમને છેતરીને લિબિયા મોકલી દીધો હતો. લિબિયામાં આ પરિવારને એકાંત સ્થળે બંધક બનાવવામાં આવ્યો હતો. અપહરણ કરનારાઓએ તેમની પાસે 54 હજાર ડોલરની માગ કરી હતી. દુબઈના એજન્ટોએ તેમની પાસે એક કરોડની ખંડણી માગી હતી.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગોના નવીનીકરણની કામગીરી વેગવાન