જિલ્લાના છેવાડાના ગામો સુધી પાકા રસ્તાઓનું નેટવર્ક મજબૂત બને તે દિશામાં વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અનેક ગ્રામીણ માર્ગોનો કાયાકલ્પ થઈ રહ્યો છે.

અંદાજે રૂ. 1.05 કરોડના માતબર ખર્ચે આ માર્ગના રિસરફેસિંગનું કાર્ય પ્રગતિ હેઠળ

આ અભિયાન અંતર્ગત પંચાયત માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર હસ્તકના લીંબડી તાલુકામાં આવતા અંકેવાળિયાથી ઉમેદપર રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે રૂ. ૧.૫ કરોડના માતબર ખર્ચે આ માર્ગના રિસરફેસિંગનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પૂર્ણ થતા આ વિસ્તારના વાહનચાલકોને સુવિધાયુક્ત પરિવહન ઉપલબ્ધ થશે.

નવીનીકરણથી સ્થાનિક પરિવહન વ્યવસ્થામાં મોટો સુધારો જોવા મળશે

લીંબડી તાલુકાના આ માર્ગના નવીનીકરણથી સ્થાનિક પરિવહન વ્યવસ્થામાં મોટો સુધારો જોવા મળશે. ખાસ કરીને ઉમેદપર અને શિયાણી ગામના લોકોને આ રસ્તો બનવાથી ખૂબ જ મોટો ફાયદો થશે. ગ્રામજનોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને પંથકના ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોને અવરજવર માટે સલામત અને ઝડપી માર્ગ પ્રાપ્ત થશે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં કાર રેલીંગમાં ઘુસી જતા 1નું મોત, બીજી તરફ એસજી હાઈવે પર ડમ્પરે કારને મારી ટક્કર