બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા સમાજનું નવું બંધારણ અમલમાં મુકવામાં આવ્યું છે.આ બંધારણમાં લગ્ન પ્રસંગે ડીજેનો ઉપયોગ નહીં કરવા ઉલ્લેખ કરાયો છે. ત્યારે ઠાકોર સમાજના સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા બંધારણનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.આ ઘટના બાદ ઠાકોર સમાજના આગેવાનોએ જાબડીયામાં બેઠક યોજી હતી અને તેમાં સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર મુકવા માટે નિર્ણય લીધો હતો.હવે ઠાકોર સમાજમાં બે ભાગ પડ્યા હોવાનું સામે આવ્યું છે. જાબડિયાના લોકોએ ત્રણેય કલાકારો સાથે સંબંધ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.


કલાકારોના પરિવાર સાથે સંબંધ ચાલુ રાખવામાં આવશે

આ બાબતે જાબડીયા ગામના આગેવાન બસકુજી ઠાકોરે કહ્યું હતું કે, ત્રણેય કલાકારોના પરિવાર સાથે સંબંધ ચાલુ રાખવમાં આવશે.અમે 150 પરિવારે ગબ્બર અને અર્જુનની સાથે છીએ. ગ્રામજનોને બોલાવ્યા વિના જ સમાજના આગેવાનોએ નિર્ણય કરી દીધો હતો. અમે એકપણ પરિવાર ગબ્બર ઠાકોર કે અર્જુન ઠાકોર અને લહેરાજી ઠાકોર સાથે સંબંધ તોડીશું નહિ અમે તેમની સાથે જ છીએ.

દોષિતોને એક વર્ષ માટે સમાજ બહાર મુકવામાં આવશે

ડીસાના જાબડિયા ગામમાં ઠાકોર સમાજે એવો નિર્ણય લીધો હતો કે, ગામના દોષિતોને એક વર્ષ માટે સમાજ બહાર મુકવામાં આવશે. સામાજિક, આર્થિક અને ધંધાકિય બાબતોમાં સહકાર આપવામાં આવશે નહીં. જે સાથ આપશે તેને પણ દોષિત ગણાશે. સોશિયલ મીડિયાના ફોલોઅર્સ પણ તેને અનફોલો કરે તેવી અપીલ કરવામાં આવી છે. કોઈપણ પ્રકારના સંબંધ આ પરિવારો સાથે રાખવા નહીં અને પ્રસંગોમાં પણ આમંત્રણ આપવું નહીં.


આ પણ વાંચોઃ Banaskantha : ગબ્બર ઠાકોર સમાજની બહાર, ઠાકોર સમાજની બેઠકમાં કરાયો કડક નિર્ણય


  • Follow us on: