ગાબડું પડતા આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા છે અને કેનાલ તૂટતાં આખરે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કેનાલમાં ગાબડું પડતા નજીક આવેલ ખેતર ફેરવાયા બેટમાં અને ખેડૂતે કરેલ રવિ પાક પર ફરી વળ્યું ગાબડાનું પાણી, અગાઉના વરસાદના કારણે તૂટેલ કેનાલનું સમારકામ કરી ફરી નવીન બનાવમાં આવી હતી કેનાલને અને હલકી ગુણવત્તાના કારણે તૂટે છે વારંવાર કેનાલો તેવો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે.


[[$googlead]]

25 નવેમ્બર 2025ના રોજ પણ પડયું હતુ કેનાલમાં ગાબડું

રાજ્યમાં નર્મદા કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં બનાસકાંઠામાં કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી હતી. આ દરમિયાન વાવના રામાસરા પાસે નર્મદાની કેનાલમાં ગાબડું 8 ફૂટનું ગાબડું પડ્યું હતુ. જેના કારણે મોટા પ્રમાણમાં પાણી ખેતરમાં ફરી વળ્યું હતુ, આ અંગેની માહિતી અનુસાર, બનાસકાંઠાના વાવના રામાસરા પાસે નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે. આ નર્મદાની માઇનોર કેનાલમાં 8 ફૂટનું ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી હતી.

28 નવેમ્બર 2025ના રોજ પણ પડયું હતુ કેનાલમાં ગાબડું

બનાસકાંઠાના વાવ થરાદ જીલ્લાના સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે, 24 કલાકમાં બે જગ્યાએ પડ્યું કેનાલમાં ગાબડું અને ધરણીધર તાલુકાના નાળોદર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં પડ્યું મસ્ મોટું ગાબડું, ગાબડું પડતા લાખો લિટર પાણીનો થયો વેડફાટ અને કેટલાય ગામડાઓમાં નથી મળતું સિંચાઈ માટે પાણી ત્યારે કેનાલમાં ગાબડું પડતા સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે તંત્ર સામે રોષ વ્યકત કર્યો છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Gandhinagar News : 2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, 94.35% ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો અગ્રેસર


 

  • Follow us on: