બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પસવાદળ ગામે આવેલા પૌરાણિક વિરપાનાથ દાદાના મંદિરમાં તસ્કરો ત્રાટકતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ચાંદીના મુગટ, ચાંદીનું છત્ર, હારમાળા સહિત દાનપેટી તોડી

રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી ચાંદીના મુગટ, ચાંદીનું છત્ર, હારમાળા સહિત દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

તસ્કરોના સીસીટીવી દ્રશ્યો કેમેરામાં કેદ

મંદિરમાં થયેલી ચોરી દરમિયાન તસ્કરોના સીસીટીવી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સીસીટીવીમાં ચાર તસ્કરો કેદ થયેલા છે. જેના આધારે તપાસને ગતિ આપવામાં આવી છે. ચોરીની ઘટના જાણતા જ ગ્રામજનોએ છાપી પોલીસ મથકે જાણ કરી હતી.

છાપી પોલીસે તપાસ શરુ કરી

જાણ મળતાં જ છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મંદિરની તપાસ કરી ચોરી અંગે પુરાવા એકત્ર કર્યા છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો----     Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો