બનાસકાંઠા જિલ્લાના નળાસર ગામે એક યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા ગામમાં ખળભળાટ મચી ગયો છે. શ્વાન કરડ્યા બાદ મનુષ્યમાં કેવા લક્ષણો જોવા મળે છે તેનો ચોંકાવનારો વીડિયો બનાસકાંઠાના પાલનપુર નજીકના એક ગામમાંથી બહાર આવ્યો છે

યુવક મુળ સાબરકાંઠાનો

પીડિત યુવક મુળ સાબરકાંઠાના એક ગામનો છે અને હાલ નળાસર ગામે ભાગીયા તરીકે કામ કરતો હતો.

યુવકમાં અચાનક હડકવાના લક્ષણો જોવા મળ્યા

મામલાના વિગત પ્રમાણે, યુવકમાં અચાનક હડકવાના લક્ષણો જોવા મળ્યા, જેની જાણ થતાં પિતાએ તરત પોલીસને સંપર્ક કર્યો.

પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો

ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક દોરડેથી યુવકને પકડીને સલામતીની દ્રષ્ટિએ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં તેની તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.

ત્રણ માસ પહેલા યુવકને શ્વાન કરડ્યો હતો

સ્થાનિકોએ જણાવ્યું કે, ત્રણ માસ પહેલા શ્વાન કરડ્યો હતો. જેના કારણે હાલમાં હડકવાની અસર જોવા મળી છે. ગામમાં ભાગીયા તરીકે કામ કરતી વખતે તેનામાં અચાનક હડકવાના લક્ષણો જોવા મળતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી

વીડિયોના કારણે લોકોમાં ભય જોવા મળ્યો

આ યુવક જે રીતે હરકતો કરતો હતો તેના દ્રષ્યો વાયરલ થયા છે અને તે દ્રષ્યો જોતાં તેને શ્વાન કરડ્યું હોય અને ત્યારબાદ તેને હડકવા થયો હોય તેમ લાગી રહ્યું છે. તેમ લોકોએ જણાવ્યું હતું વીડિયોના કારણે લોકોમાં ભય જોવા મળ્યો હતો. . જો કે તબીબોએ યુવકની તપાસ શરુ કરી છે તેમાં સાચુ કારણ જાણવા મળી શકશે


આ પણ વાંચો-----     Vadodara : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બાળકનું અપહરણ, પોલીસે અપહરણકાર સાથે બાળકને હાલોલ બસ સ્ટેશનમાંથી શોધી કાઢ્યો