વડોદરા રેલવે સ્ટેશન પરથી અપહરણ થયેલા બાળકને વડોદરા રેલવે પોલીસે શોધી કાઢી સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો છે. આ બનાવ 28 જાન્યુઆરીનો છે, જ્યારે બાળક પોતાના પિતા સાથે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઉભો હતો.
પિતા અને પુત્ર ટ્રેનની રાહ જોતા હતા
માહિતી અનુસાર, પ્લેટફોર્મ નંબર 1 પર પિતા અને પુત્ર ટ્રેનની રાહ જોતા હતા. આ દરમિયાન પિતા થોડા સમય માટે સૂઈ ગયા હતા, ત્યારે એક અજાણ્યા ઈસમે બાળકને ભોળવીને તેને લઇને ફરાર થઇ ગયો હતો.
પોલીસે સીસી ટીવી ચેક કર્યા
આ મામલે તુરત જ રેલવે પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે સીસી ટીવી ચેક કર્યા હતા જેમાં અપહરણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેના આધારે રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.
બાળક હાલોલ બસ મથક પાસે હોવાની જાણ થઇ
તપાસમાં ખબર પડી કે બાળક હાલોલ બસ મથક પાસે છે. રેલવે પોલીસે ઘટનાની ઝડપી તપાસમાં અપહરણકાર અનિલ બારીયાને ઝડપી પાડ્યો અને બાળકને મુક્ત કરાવી, પછી પરિવારને સોંપ્યો.
પોલીસ કામગીરીની પ્રશંસા
પોલીસે હાલોલમાં તપાસ કરીને અપહરણકાર સાથે બાળકને ઝડપી લીધો હતો અને બાળકને મુક્ત કરાવી સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો હતો. પરિવારે પોલીસ કામગીરીની પ્રશંસા કરી છે.
આ પણ વાંચો---- DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ