રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી કડક વલણ અપનાવ્યું છે. બેઠક દરમિયાન DYCMએ સ્પષ્ટ કહ્યું કે, કોઈપણ મનપાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચવી જોઈએ નહીં.

અધિકારીઓ અને પદાધિકારીઓને સંકલન સાધીને કામ કરવા સૂચના

બેઠકમાં અધિકારીઓ અને પદાધિકારીઓને સંકલન સાધીને કામ કરવા અને પ્રજાલક્ષી સમસ્યાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ, પ્રજાને આકર્ષે એવા મહત્વના વિકાસ પ્રોજેક્ટોને સાંકળીને બજેટ તૈયાર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

બજેટમાં નાગરિકોની દૈનિક સમસ્યાઓનો ઉકેલ લાવવો

DYCM હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યની 6 મ્યુનિસિપલ કોર્પોરેશન (ગાંધીનગર અને જુનાગઢ સિવાય) માં આગામી 7 દિવસમાં બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટમાં નાગરિકોની દૈનિક સમસ્યાઓનો ઉકેલ અને વિકાસલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવાની સૂચના આપવામાં આવી છે.

જનતા સુધી સીધી અને ઝડપી સેવા પહોંચે

મનપા પદાધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થયા બાદ DYCMએ સ્પષ્ટ સંદેશો આપ્યો કે, જનતા સુધી સીધી અને ઝડપી સેવા પહોંચે એ જ સરકારની પ્રાથમિકતા છે. પ્રજાને આકર્ષે એવા મહત્વના પ્રોજેક્ટને સાંકળીને બજેટ તૈયાર કરવા સુચના અપાઇ છે.


આ પણ વાંચો----     Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું