મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું આજે બારામતીમાં પ્લેન ક્રેશમાં મોત થયું છે. તેમના અવસાનના સમાચાર ફરી વળતાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિવિધ રાજનેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે
ક્રેશ થતાં જ પ્લેન આગનો ગોળો બની ગયું
અકસ્માત એટલો ભયંકર હતો કે પ્લેન ક્રેશ થતાં જ પ્લેન આગનો ગોળો બની ગયું હતું અને ચારથી પાંચ મોટા વિસ્ફોટ સંભળાયા હતા. સ્થાનિકોએ કહ્યું હતું કે અમે સમજી પણ શક્યા ન હતા કે અચાનક શું થયું છે.
અજિત પવારના નિધનના સમાચાર કાકા શરદ પવારને કેવી રીતે આપવા ?
અજિત પવાર એનસીપી નેતા શરદ પવારના ભત્રીજા હતા અને તેમની આંગળી પકડીને જ તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા. અજિત પવારના નિધનના સમાચાર કાકા શરદ પવારને કેવી રીતે આપવા તે પરિવારજનો માટે મૂંઝવણભર્યું બની રહ્યું હતું. પરિવારના સભ્યો પણ આ સમાચાર સાંભળી સ્તબ્ધ હતા અને તેવા સમયે વયોવૃદ્ધ શરદ પવારને આ સમાચાર આપવા પરિવારજનો માટે કઠિન હતા
પહેલા શરદ પવારને મુંબઇની બ્રિચ કેંડી હોસ્પિટલમાં લઇ જવાયા
મીડિયા અહેવાલો મુજબ શરદ પવારને સમાચાર આપતા પહેલા ખુબજ સાવચેતી રાખવામાં આવી હતી કારણ કે આ આઘાતજનક સમાચાર તેમને આપવા પડકારરુપ હતા. અને તેથી શરદ પવારનો પરિવાર તેમને પહેલાં મુંબઇની બ્રિચ કેંડી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં સારવાર માટે દાખલ કરાયા બાદ તેમને નિધનના સમાચાર અપાયા હતા
હવે તે બારામતી તરફ જવા રવાના થયા
તેમની ઉંમર અને સ્વાસ્થ્યના કારણોને લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા પછી જ અજિત પવારના નિધનના સમાચાર અપાયા હતા. ત્યારબાદ થોડા કલાકો પછી તેમને ઘેર લવાયા હતા અને હવે તે બારામતી તરફ જવા રવાના થયા છે.
આ પણ વાંચો----- Baramati Plane Crash : 6 વર્ષ પહેલાં ભારતીય રાજકારણમાં અજિત પવારે એવો ખળભળાટ મચાવેલો કે રાજકીય પંડિતો પણ ગોથું ખાઇ ગયેલા, વાંચો રસપ્રદ કિસ્સો