બનાસકાંઠા: ઠાકોર સમાજના નવા બંધારણના નિયમોનું ઉલ્લંઘન થતાં વિવાદ સર્જાયો છે. જાબડીયા ગામમાં ડી.જે લઈને વરઘોડો કાઢવા સામે સમાજના આગેવાનો અને સભ્યોમાં ભારે રોષ ફેલાયો છે.
સિંગર ગબ્બર ઠાકોરના કાકાના ઘરે દીકરાના હતા લગ્ન
ઘટનામાં સિંગર ગબ્બર ઠાકોર, તેમના ભાઈ સિંગર અર્જુન ઠાકોર અને ઠાકોર સમાજના અનેક લોકો હાજર હતા. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર, તેમના કાકાના ઘરમાં દીકરાના લગ્ન પ્રસંગે ઉપસ્થિત હતા.
સમાજનું બંધારણ તોડતા ઠાકોર સમાજના આગેવાનમાં રોષ
સમાજનું બંધારણ તોડતા ઠાકોર સમાજના આગેવાનમાં રોષ જોવા મળી રહ્યો છે. DJને લઈ વરઘોડો કાઢતા ઠાકોર સમાજે બહિષ્કાર કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરેલ છે , કોઈએ એમને સપોર્ટ ન કરવો તેવી પોસ્ટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.










