ગુજરાતમાં રખડતા શ્વાનને લઈને તંત્ર બેદરકાર જોવા મળી રહ્યું છે. બનાસકાંઠામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. હડાદના મંડાલી ગામમાં શ્વાને એક યુવક પર હુમલો કર્યો હતો. રસ્તા પર પસાર થતાં યુવક પર શ્વાને હુમલો કરી બચકાં ભર્યા હતાં. યુવક દોડવા જતાં જમીન પર પટકાયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે.


એક યુવક પર રખડતા શ્વાને હુમલો

બનાસકાંઠાના હડાદના મંડાલી ગામમાં આજે સવારે રસ્તે પસાર થતાં એક યુવક પર રખડતા શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. ભોગ બનનાર વ્યક્તિ શ્વાનથી બચવા જતાં જમીન પર પટકાયો હતો. જોકે સદનસીબે તેને કોઈ ઈજા પહોંચી નથી. જિલ્લામાં દિન પ્રતિદિન રખડતા શ્વાનના હુમલા વધી રહ્યાં છે. નાના બાળકો અને વૃદ્ધો સહિતના લોકોમાં શ્વનના હુમલાની ઘટનાઓથી ભય ફેલાયો છે.


આ પણ વાંચોઃ Panchmahal News: ગોધરામાં બોમ્બ સ્ક્વોડ અને પોલીસનું સર્ચ ઓપરેશન


  • Follow us on: