બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા લગ્ન પ્રસંગોમાં સુધારાના નામે ડીજે અને ખર્ચાળ જમણવાર પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયે હવે નવો વળાંક લીધો છે. વાવના ધારાસભ્ય અને સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા લેવાયેલા આ સામાજિક નિર્ણય સામે હવે ધાર્મિક પરંપરા સાથે જોડાયેલા 'ભુવાજી' એ મોરચો માંડ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં ભુવાજી ધૂણતા-ધૂણતા ગેનીબેન ઠાકોરને પડકાર ફેંકતા જોવા મળી રહ્યા છે.
"ડીજે બંધ રાખું તો હું માતા ન કહેવાઉં"
વાયરલ વીડિયોમાં ભુવાજી અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમણે ધૂણતા-ધૂણતા કહ્યું હતું કે, "જો ડીજે વાળાનું ડીજે બંધ રખાવું તો હું માતા ન કહેવાઉં." તેમણે વધુમાં ઉમેર્યું કે ભલે ગેનીબેને લગ્નમાં ડીજે બંધ રાખવાનું કીધું હોય, પણ આગળ ચૈત્ર અને વૈશાખ મહિનામાં જો હું પરવાનગી ન આપું તો માતા નહીં કહેવાઉં.










