બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના હાર્દ સમાન દિલ્હીગેટ વિસ્તારમાં આજે આગની એક મોટી ઘટના સામે આવી છે. ધોળા દિવસે ભરચક બજારમાં પાર્ક કરેલા ત્રણ વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
પાલનપુરના દિલ્હીગેટ પાસે ભીષણ આગ
મળતી માહિતી મુજબ, પાલનપુરના દિલ્હીગેટ નજીક ખુલ્લામાં પાર્કિંગ કરેલી બે કાર અને એક જીપમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ત્રણેય વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. બજારના ભરચક વિસ્તારમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.










